|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

#
Kirtan Bhagti
whatsapp
FaceBook
Acharya Parmpara

 

સંપ્રદાયનાં આચાર્ય

 

   
     
 
ભગવાન શ્રી સ્વામિનારાયણે સં. 1882 (ઇ.સ.1826) ના કારતક સુદી એકાદશીના રોજ વડતાલમાં મોટા ભાઇ રામપ્રતાપજીના પુત્ર અયોધ્યાપ્રસાદજી તથા નાનાભાઇ ઇચ્છારામજીના પુત્ર રઘુવીરજીને દત્તક લઇ સંપ્રદાયનાં આચાર્યપદે સ્થાપ્યા.
 

 

 

ભગવાન શ્રી સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી પાસેથી આ સંપ્રદાયનીં ધુરા સંભાળી ત્યારે સંપ્રદાયનાં અનુયાયીઓની સંખ્યા અને વ્યાપ મર્યાદિત હતો. પરંતું ભગવાન શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયનાં સુત્રો હાથમાં લીધા પછી ટુંક સમયમાં જ આ સંપ્રદાય લોકશુદ્ધિનું એક પ્રબળ પરિબળ બની ગયો. આ બ્રુહદ સંપ્રદાયની જવાબદારી ઉત્તરોત્તર ભવિષ્યમાં જળવાઇ રહે તે ખુબ જ જરૂરી હતુ. સંપ્રદાયનાં વિશાળ ગ્રુહસ્થ તેમજ ત્યાગી અનુયાયી વર્ગનો પૂજ્યભાવ સંપ્રદાયની ધુરા વહન કરનાર પ્રત્યે હોવો તે પ્રથમ આવશ્યકતા હતી. આ માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રથમ ત્યાગી વર્ગમાંથી કોઇ આ સ્થાન સંભાળે એ વિકલ્પ તપાસી જોયો. પરંતુ, સંપ્રદાયની અને તેને સંલગ્ન અનેકવિધ આર્થિક પ્રવ્રુત્તિઓ અને મિલકતોની જવાબદારી ત્યાગીને સોંપવામાં બે ભયસ્થાનો હતા:

 

1) મંદિરોની પળોજણમાં વ્યસ્ત રહેવાને કારણે ત્યાગીઓ તેમના નિયમો જાલવી ન શકે.

 

2) જો ત્યાગીના નિયમોને પ્રધાનપણે રાખીને રહે તો મંદિરની વ્યવસ્થા મમત્વ રહિત પણે કરીને કેમ જળવાય?

 

આમ ત્યાગી કરતાં ગ્રુહસ્થ આચાર્યની યોજના જ વ્યવહારું હતી. વળી આચાર્યમાં સંપ્રદાયનાં તમામ ત્યાગી-ગ્રુહી અનુયાયીઓનો નિષ્ઠાયુક્ત આદર હોવો અનિવાર્ય છે. આથી મોટા સંતો સાથે વિચાર-વિમર્શ કરી આચાર્યપણાની ગાદી માટે ગ્રુહસ્થ આચાર્યની યોજના પસંદ કરી અને તેમાં પણ પોતાના જ કુળમાંથી (જે ધર્મકુળ કહેવાતું કેમકે તેમના પિતા હરિપ્રસાદજી ધર્મદેવ તરીકે ઓળખાતા) આચાર્યની પસંદગી કરવાથી સંપ્રદાયના અનુયાયીઓની નિષ્ઠા તેમના પ્રત્યે જળવાઇ રહે તેમ હતું. આ યોજના અનુસાર ભગવાન શ્રી સ્વામિનારાયણે સં. 1882 (ઇ.સ.1826) ના કારતક સુદી એકાદશીના રોજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં મોટા ભાઇ રામપ્રતાપજીના પુત્ર અયોધ્યાપ્રસાદજી તથા નાનાભાઇ ઇચ્છારામજીના પુત્ર રઘુવીરજીને દત્તક લઇ સંપ્રદાયનાં આચાર્યપદે સ્થાપ્યા. તેમણે નરનારાયણ (અમદાવાદ) અને લક્ષ્મીનારાયણ (વડતાલ) એ બે મંદિરોને મુખ્ય રાખી ઉત્ત્ર અને દક્ષિણ એ રીંત બે દેશ- વિભાગો કર્યા. તે મુજબ રઘુવીરજી લક્ષ્મીનારાયણ દેશના અને અયોધ્યાપ્રસાદજી નરનારાયણ દેશના આચાર્ય નક્કી થયા.

 

બંને આચાર્યો વચ્ચે ત્યાગી અને ગ્રુહસ્થ અનુયાયી સંબંધમાં, સીમા સંબંધમાં કે મિલ્કત સંબંધમાં ભવિષ્યમાં કલેશ ન થય તે હેતુથી બંને ગાદીના આચાર્યના પ્રદેશ વિસ્તાર, આર્થિક હકુમતો વગેરે લેખ કરીને વહેંચી આપ્યા જેને દેશ વિભાગનો લેખ કહે છે.

 

 

વડતાલ ગાદી

 

   
 
આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ
   
ગાદી અભિષેક : કાર્તક સુદ ૧૧ - સંવત ૧૮૮૨
આચાર્યશીપ : ૩૭ વર્ષ
જન્મ તારીખ : ફાગણ વદ ૪ - સંવત ૧૮૬૮
અક્ષરનિવાસ: મહા સુદ ૨ - સંવત ૧૯૧૯
 
આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજ
   
ગાદી અભિષેક : કાર્તક સુદ ૧૫ - સંવત ૧૯૧૩
આચાર્યશીપ : ૧૭ વર્ષ
જન્મ તારીખ : આસો વદ ૯ - સંવત ૧૮૯૪
અક્ષરનિવાસ: શ્રાવણ વદ ૧૦ - સંવત ૧૯૩૫
 
   
 
આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ
   
ગાદી અભિષેક : શ્રાવણ વદ ૮ - સંવત ૧૯૩૫
આચાર્યશીપ : ૨૦ વર્ષ
જન્મ તારીખ : ચૈત્ર અમાસ - સંવત ૧૯૦૮
અક્ષરનિવાસ: ભાદરવા સુદ ૮ - સંવત ૧૯૫૫
 
આચાર્ય શ્રી શ્રીપતીપ્રસાદજી મહારાજ
   
ગાદી અભિષેક : વૈશાખ વદ ૭ - સંવત ૧૯૬૫
આચાર્યશીપ : ૨૨ વર્ષ
જન્મ તારીખ : શ્રાવણ વદ ૧ - સંવત ૧૯૩૧
અક્ષરનિવાસ: મહા સુદ ૬ - સંવત ૧૯૮૭
 
   
 
આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજ
   
ગાદી અભિષેક : મહા વદ ૧૦ - સંવત ૧૯૮૭
આચાર્યશીપ : ૨૮ વર્ષ
જન્મ તારીખ : શ્રાવણ સુદ ૧ - સંવત ૧૯૬૨
અક્ષરનિવાસ: અષાઢ વદ ૪ - સંવત ૨૦૩૦
 
આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસદજી મહારાજ
   
ગાદી અભિષેક : ચૈત્ર વદ ૮ - સંવત ૨૦૧૫
આચાર્યશીપ : ૨૬ વર્ષ
જન્મ તારીખ : પોષ વદ ૧૧ - સંવત ૧૯૮૬
અક્ષરનિવાસ: જેઠ વદ ૨ - સંવત ૨૦૪૨
 
   
 
આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ
   
ગાદી અભિષેક : વૈશાખ સુદ ૧૪ - સંવત ૨૦૪૦
આચાર્યશીપ : ૧૩ મેં - ૧૯૮૪ - વર્તમાન
જન્મ તારીખ : ૧૬ ઔગસ્ટ ૧૯૪૯
 
ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ
   
જન્મ તારીખ : ફાગણ વદ ૫ - સંવત ૨૦૩૦
 

 

 

Copyright @ 2013, Swaminarayan Temple Khopala. All Reserved.
Design By Varniraj Developer